• સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે 29507 પરીક્ષાર્થીઓએ બિનસચિવાલય કલાર્કની પરિક્ષા આપી હતી. દરમિયાન સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં 3 વર્ગ ખંડમાં પરીક્ષાર્થીઓને સીલ તોડેલા કવર સાથે પેપર આપવામાં આવતા પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો હતો.
  • આ કોલેજમાંથી પેપર લીક કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે હંગામો મચાવ્યો હતો.150 થી વધુ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ અને એનએસયુઆઇના સભ્યો પણ મેદાનમાં આવ્યા હતા. અને કોલેજના સંચાલકો સામે સુત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
  • મામલો થાળે પાડવા માટે પોલીસને બોલાવવી પડી હતી, કેટલાકની ધરપકડ પણ કરાઇ હતી.
  • ડો. દિપક વાજાણી, કોલેજના પ્રિન્સીપાલ – પેપર આપવામાં આવ્યુ ત્યારે બેગ ખુલેલી હતી તે વાત સાચી છે. પરંતુ પેપર લીક થયુ નથી. તેમ છતા કોણે બેગ વહેલી ખોલી તેની સીસી ફુંટેજને આધારે તપાસ કરીશુ.
  • અમે કોમર્સ કોલેજમાં બનેલી ઘટના બાબતે તપાસ કરતા એવી વિગતો મળી છે કે કોલેજમાં પ્રિન્સીપાલની ચેમ્બરમાં પેપર ગયા ત્યા સુધી સીલ મારેલુ હતુ. પરંતુ ત્યાથી વર્ગખંડમાં જતા કવર ખોલેલુ છે. તેમાં ઉપરનું કાળુ કવર ખોલેલુ છે પરંતુ અંદરનું ખાખી કવાર સીલપેક જ છે. આથી પેપર લીક થયુ ન હોય. તેમ છતા આ બાબતે તપાસ થશે.કસુરવાર સામે કાર્યવાહી કરીશુ. – એન.ડી.ઝાલા, એડિશનલ કલેકટર
  • પરીક્ષા સમય પ્રમાણે વહેલી શરૂ કરાઇ હતી અને અમારા હાથમાં પેપર આવ્યા ત્યારે તેના સીલ પણ તૂટેલા હતા આથી અમો પરીક્ષા ન આપીને વિરોધ સાથે બહાર નીકળી ગયા હતા. – ગોસાઇ દિનેશપુરી, પરીક્ષાર્થી
  • પરીક્ષા 12ના બદલે 11.40 શરૂ કરાઇ હતી. નંબર પ્રમાણે મારી પાસે પણ આવેલું પેપરનું સીલ તૂટેલુ હતું. ત્યારે મે મેડમને તો તેમણે કહ્યુ કે, સીલ નીચેથી જ તૂટેલુ આવ્યુ છે. – વાણીયા દેવેન્દ્રભાઈ, પરીક્ષાર્થી
  • ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પરિક્ષા વિવાદમાં મુકાઇ છે. ત્યારે આજે લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષાના વોટ્સએપ સ્ક્રીન શોટ્સમાં જવાબ ફરી રહ્યાં છે. પેપરનો ટાઈમિંગ અને વોટ્સએપનો ટાઈમિંગ એક સરખા છે. 12 વાગ્યે પેપર શરૂ થયું અને 12 વાગ્યાની આસપાસ જવાબો આવ્યા છે. આ સ્ક્રિન શોટ્સની સત્યતાની તપાસ કરવામાં આવે તો ખરૂ સત્ય બહાર આવશે ? જોકે PTN News પુષ્ટિ નથી કરતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.