બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ને આજે મોટી જાહેરાત કરવામાં આવી છે.આજે રાજ્ય સરકાર સામે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. આજે રાજ્ય સરકારની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે એક બેઠક કરી હતી. જેમાં લાખો વિદ્યાર્થીઓની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ગાંધીનરમાં મળેલી બેઠક બાદ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે મોટી મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, જેમણે પણ આ પરીક્ષાનાં ફોર્મ ભર્યા છે, તેવા ઘોરણ 12 પાસ ઉમેદવારો અને કોઇપણ સ્નાતક ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે. નીતિન પટેલે આ પરીક્ષાના નવી તારીખ 17 નવેમ્બર 2019, રવિવારનો રોજ નક્કી કરી છે. ડેપ્યૂટી સીએમના મુખે લાખો વિદ્યાર્થીઓએ આ સમાચાર સાંભળતા તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
રાજ્યના ડેપ્યૂટી સીએમ નિતીન પટેલે આ અંગે જણાવ્યું કે, અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોની લાગણી માંગણીને માન આપનારી સરકાર છે. પ્રજાની લાગણી સરકારે સમજી, વિચારીને નિર્ણય રદ કરવાનો નિર્ણય મુલતવી કરવામાં આવે છે. ધોરણ 12 પાસ અને સ્નાતક વિદ્યાર્થીઓ બધા જ ઉમેદવારોને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. જેમણે પરીક્ષા અંગેની નોંધણી કરેલા તમામ ઉમેદવારો હવે આગામી 17 નવેમ્બરે ફરીથી પરીક્ષા આપી શકશે.
રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું કે, આ પરીક્ષા માટે 3171 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. પસંદગી પામેલ ઉમેદવારોને સરકારી નોકરી આપવામાં આવશે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારની EXS પરીક્ષાની તારીખ જાહેર હતી. જે રદ કરાઇ છે અને તેની સામે ઉમેદવારોએ રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી કે પરીક્ષામાં ઉમેદવારો તૈયારી કરી છે તે રાજ્ય સરકારનાં નિર્ણયને રદ કરવો જોઇએ.
ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ, અસિત વોરાએ જણાવ્યું કે, ‘એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે ઉમેદવારો પરીક્ષા આપી શકશે, જેમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. કોઇએ પણ નવા ફોર્મ ભરવાની જરૂર નથી.’
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.