પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ શ્રી સુભાષ ત્રિવેદી નાઓ ની સુચના તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક પાટણ નાઓ તરફથી નાર્કોટિક્સ લગત ની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવાની સૂચના અનુસાર પાટણ એસ.ઓ.જી પોલીસ ઇસ્પેક્ટર શ્રી ડી.વી ડોડીયા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પી.એસ.આઇ શ્રી એલ પી બોડાણા અને એસ.ઓ.જી પાટણ ટીમ સાથે હારીજ તાલુકાના નવા મોકા ગામે ઠાકોર દીવાનજી લવજીજી ના કબજા ભોગવટા ના ખેતરમાં ગાંજાના છોડ નું ગેરકાયદેસર વાવેતર કરેલ હોય જેની હકીકત આધારે રેઇડ કરતા સદરહુ ખેતરમાંથી ગાંજાના નાના મોટા છોડ નંગ ૩૦૯ શોધી કાઢેલ જેનું વજન ૪૧.૯૬૦ કિલોગ્રામ અને રૂ ૨,૫૧,૭૬૦ કિંમત ના મુદ્દામાલ સાથે ઠાકોર દીવાનજી લવજીજી ને પકડી પાડી તેના વિરુદ્ધ NDPS એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.