શું કોઈ રૂ.૦૫ની ચલણી નોટો તથા રૂ.૧૦ના સિક્કા સ્વિકારવાની ના પડી રહ્યું છે? તંત્ર દ્વારા કરાશે કાયદેસરની આ કાર્યવાહી

પોસ્ટ કેવી લાગી?

રૂ.૫ ની ચલણી નોટો તથા રૂ.૧૦ના સિક્કા સ્વિકારતા ન હોવાની રાવના પગલે નાણા વિભાગની સ્પષ્ટતા અનુસંધાને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરાશે કાયદેસરની કાર્યવાહી.

જો તમે વસ્તુની ખરીદી બદલ રૂ.૫/-ની ચલણી નોટ કે રૂ.૧૦/- નો સિક્કો દુકાનદારને આપો તો તે સ્વિકારવાનો દુકાનદાર ઈનકાર કરી શકે નહીં. કાયદાથી નિહીત આ બાબતનો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભંગ થતો હોવાની ફરિયાદના પગલે નાણા વિભાગે સ્પષ્ટતા કરી છે કે આવા કિસ્સાઓમાં નાણા ન સ્વિકારવા બદલ રાજદ્રોહની કાર્યવાહી થઈ શકે છે.

ભારતનો કોઈ નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરેલું ચલણી નાણું સ્વિકારવાની ના પાડે તો તેના વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૨૪-એ (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. જેથી નાની રકમની ચલણી નોટો તથા સિક્કા સ્વિકારવા જિલ્લાના તમામ વેપારીઓ તથા નાગરિકોને અપીલ કરવામાં આવે છે. વારંવાર ઉઠતી આ પ્રકારની ફરિયાદો સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures