• હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે પશ્ચિમ ઝોનની એન.એસ.એસ.ની શિબિરમાં શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહયા.
  • વિશેષતામાં એકતાનો નારો મજબુત કરવામાં એન.એસ.એસ.ની મુખ્ય ભુમિકા રહેલી છે.
  • એન.એસ.એસ. દ્વારા તા. ૫ નવેમ્બર થી તા. ૧૪ નવેમ્બર-૧૯ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાશે
  • સાત રાજયોના વિદ્યાર્થીઓ શિબિરમાં ભાગ લીધો.

એન.એસ.એસ. પ્રાદેશિક કચેરી, અમદાવાદ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે તા. ૦૪.૧૧.૨૦૧૯ થી તારીખ ૧૪.૧૧.૨૦૧૯ દરમિયાન આંધ્રપ્રદેશ, તેલાંગણ, મહારાષ્ટ્ર, ગોવા, દિવ, દમણ અને ગુજરાતના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓની શિબિર યોજાઇ રહી છે. જેમાં શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહી દિપ પ્રાગટય કરી શિબિરને ખુલ્લી મુકી હતી.

  • આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, એન.એસ.એસ. દ્વારા કરવામાં આવતી કામગીરી વિશેષતામાં એકતા છે. વિશેષતામાં એકતાનો નારો મજબુત કરવામાં એન.એસ.એસ.ની મુખ્ય ભુમિકા રહેલી છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને કેવળ શિક્ષિત નહીં પરંતુ સંસ્કારી, ચારિત્ર્યવાન, ચરિત્રવાન, દેશભક્ત અને સારા નાગરિક બનાવવામાં આવે છે. એન.એસ.એસ. દ્વારા યુવાનોમાં રહેલી કમીઓ દુર કરવામાં આવે છે. શિક્ષણ સાથે જીવન જીવવાના પાઠ ભણાવવામાં આવે છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓને નવા સંશોધન કરવામાં કેન્દ્ર અને રાજય સરકાર મદદ કરી રહી છે. જેનાથી સમસ્યાઓનું સમાધાન મળી રહયું છે. શરીરને તંદુરસ્ત રાખવા યોગ કરવો જરુરી છે.
  • વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અધિકારની સાથે ફરજ આવે છે. પોતાની ફરજ બજાવીએ તો અધિકાર મળી શકે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરુ કરેલ મેઇક ઇન ઇન્ડીયા, ડીજીટલ ઇન્ડીયા અને સ્ટાર્ટઅપ ઇન્ડીયા દ્વારા રાષ્ટ્રની ભાવના કેળવાય છે. સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ કરી આપણે સૌ સહયોગ આપીએ. એ આપણી સૌની ફરજ છે. ગ્લોબલ વોર્મિંગને અટકાવવા આપણે સૌ સાથે મળીને કામ કરીએ.
  • આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઉપ કુલપતિશ્રી અનિલ નાયકે જણાવ્યું હતું કે, ભારત ૫૫ ટકા યુવાનોનો દેશ છે. વડાપ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ સંદેશ પાણી બચાવો, સ્વચ્છતા અને પ્લાસ્ટીકમુક્ત ભારત બનાવવા માટે યુવાનોને આહવાન કર્યું હતું.
  • આ પ્રસંગે સ્ટેટ એન.એસ.એસ. ઓફીસરશ્રી આર.જે.માછીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં રાષ્ટ્રીય સેવા પ્રવૃત્તિમાં ૧.૮૬ લાખ વિદ્યાર્થીઓ જોડાયા છે. એન.એસ.એસ. દ્વારા સંવેદનશીલતા, સામાજીક પ્રવૃત્તિ, રાષ્ટ્રીય સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે.
  • આ પ્રસંગે એન.એસ.એસ. પ્રાદેશિક કચેરી, અમદાવાદના રીજીયોનલ ડાયરેકટરશ્રી ગીરધર ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં પાંચ ઝોનમાં દશ દિવસીય શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે. એન.એસ.એસ. પ્રાદેશિક કચેરી, અમદાવાદ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે તા. ૦૪.૧૧.૨૦૧૯ થી તારીખ ૧૪.૧૧.૨૦૧૯ દરમિયાન આંધ્રપ્રદેશ, તેલાંગણ, મહારાષ્ટ્ર, ગોવા, દિવ, દમણ અને ગુજરાતના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓની શિબિર યોજવામાં આવી છે. આ શિબિરમાં વૃક્ષારોપણ, રક્તદાન, નશામુક્તિ, પ્રભાત ફેરી, યોગ, બૌધ્ધિક સત્ર, પરેડ, સાંસ્કૃતિક જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. વિદ્યાર્થીઓની કલા, કૌશલ્ય અને પ્રતિભા ઉજાગર કરવામાં આવે છે. અનેકતામાં એકતાના દર્શન થાય છે.
  • આ પ્રસંગે પોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી ર્ડા. જે.ડી.ડામોરે મહેમાનોનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. સાત રાજયોના વિદ્યાર્થીઓએ પોતાના રાજયની કલાને ઉજાગર કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં સેનેટ સભ્યશ્રી શૈલેશભાઇ પટેલ અને સ્નેહલ પટેલ, સાત રાજયોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024