• બૉલિવૂડની જાણિતી એક્ટ્રેસ સ્વરા ભાસ્કર જેટલી પોતાની ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે એટલી જ તેઓ સોશિયલ મીડિયા માં ટ્રોલ થવાના કારણે પણ છવાયેલી રહે છે. તાજેતરમાં સ્વરા ભાસ્કર પોતાના પાર્ટી લૂકમાં એ હદ સુધી ટ્રોલ થઇ ગઇ કે લોકોએ તેના મીમ બનાવવાના શરૂ કરી દીધા છે. લોકોએ સ્વરાની તસવીરો ઉપર ખૂબ ભદ્દી કોમેન્ટો કરી છે. સ્વરાની આ તસવીર હેલોવીન પાર્ટી લૂકની હતી.
  • 31 ઓક્ટોબરે ઉજવવામાં આવેલા હેલોવીન ડે ઉપર બૉલિવૂડ સ્ટાર્સની ડ્રામેટિક લૂક્સવાળી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં પણ અજીબો-ગરીબ કોસ્ટ્યૂમમાં દેખાતા હતા. આ ટ્રેન્ડમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ સામેલ થવાની કોશિશ કરી હતી. તેણે હેલોવીન લૂક માટે ફ્લોરલ ઑફ શોલ્ડર ટૉપ અને લૉન્ગ સ્કર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેનો મેકઅપ અને તેની હેર સ્ટાઇલ સૌથી રસપ્રદ રહી હતી.
  • સ્વરા ભાસ્કરે આ તસવીરો પાતના સોશિલય એકાઉન્ટ ઉપર શૅર કર્યો હતો. સ્વરા ભાસ્કરની આ તસવીર ઉપર લોકોએ તેમના ઉપર ભદ્દી કમેન્ટો કરી હતી. એક યુઝર્સે લખ્યું હતું કે, હાર્ટ અટેક આવી ગયો અને હું હોસ્પિટલમાં છું, કૃપા કરીને આવી તસવીરો શેર ના કરો.
  • બીજા યુઝર્સે લખ્યું હતું કે, તમારે હેલોવીન મનાવવાના બદલે સર્કસમાં જવું જોઇએ. અન્ય એક યુઝર્સે લખ્યું હતું કે, તમારે આવું કરવાની ક્યાં જરૂર હતી. તું મેકઅપ વગર પણ ભૂત લાગે છે. આવી જ રીતે અનેક લોકોએ ભદ્દી કમેન્ટો કરી હતી.
  • સ્વરાની આ તસવીરો ઉપર અનેક મીમ્સ પણ બન્યા છે. આ મીમ્મને શૅર કરતા સ્વરા ભાસ્કર પોતે જ હંસતી દેખાય છે. આ પહેલા પણ સ્વરા ભાસ્કર પોતાના ટ્વીટ્સને લઇને તો ક્યારેક ફોટો શૂટના કારણે ટ્રોલ થતી રહે છે.
  • વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા છેલ્લા વીરે દી વેન્ડિંગ ફિલ્મમાં દેખાઇ હતી. સ્વરા ભાસ્કર અનેક પ્રસંગો ઉપર રાજકાણ અંગે પોતાની બેબાક સલાહના કારણે ચર્ચામાં રહેતી હોય છે.