બાંગ્લા અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં આ વેકેશન ગાળવા તેના પતિ નિખિલ જૈન સાથે માલદીવમાં છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલી તસવીરોમાં વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળી રહી છે.

નુસરતની આ તમામ તસવીરો તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

આ તસવીરમાં નુસરત કોઇ બીચ પર પોઝ આપતી નજરે પડે છે. આ ફોટામાં તે વન પીસ પહેરેલી નજરે પડી રહી છે. ફોટો પડાવતી વખતે તેના હાથમાં વાઇન ગ્લાસ પણ જોવા મળે છે.

નુસરત જહાં બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે. સંસદની અંદર સિંદૂર અને મંગળસૂત્રમાં જોવા મળતા તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. નીખીલ જૈન સાથેના તેના લગ્નની તસ્વીર પણ ખૂબ વાયરલ થઈ હતી.

નુસરત અને નિખિલ જૈનના લગ્ન 19 જૂનના રોજ થયા હતા. બંનેના લગ્ન તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં થયા હતા. લગ્ન બાદ નુસરત જહાંએ કોલકાતામાં શાનદાર રિસેપ્શન આપ્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.