પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ (Whatsapp) તેના યુઝર્સ માટે સતત નવા-નવા ફીચર્સ લોન્ચ કરે છે. ત્યારે હવે કંપની વધુ એક નવા ફીચર પર કામ કરી રહી છે. આ નવા ફીચરના દ્વારા યુઝર્સ શેરચેટ (Share Chat) ના વીડિયો સીધે વોટ્સએપ પર જ જોઈ શકશે.
હવે જો કોઈ કોન્ટેક્સ તમને વોટ્સએપ (Whatsapp) પર શેરચેટ (Share Chat) વીડિયો મોકલે છે . તો તમારે વીડિયો પ્લે કરવા માટે શેરચેટ એપ અથવા વેબસાઇટ પર જવાની જરૂર નહીં પડે. વીડિયોના પ્લે આઇકોન પર ક્લીક કરવાની સાથે જ વોટ્સએપ પર પિક્ચર-ઇન-પિક્ચરમાં શરૂ થઈ જશે. આ ફીચર એન્ડ્રોઇડ અને ios બંને યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે.
- આ પણ વાંચો :Panchmahal : કાચુ મકાન ઘરાશાયી થતા થયા આટલાંના મોત
- Janmashtami પર રાશિ અનુસાર કરો આ ઉપાય,મનની ઈચ્છા થશે પૂર્ણ
અત્યારે વોટ્સએપ (Whatsapp) પર પિક્ચર-ઇન-પિક્ચર મોડના માધ્યમથી યુટ્યુબ અને ફેસબુકના વીડિયો જોઈ શકાય છે. જો કે, શેરચેટ ભારતનું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ચાઇનીઝ એપ પર પ્રતિબંધ પછી આના યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે શેરચેટ (Share Chat) વીડિયો સર્વિસનું સપોર્ટ, લેટેસ્ટ વોટ્સએપ બીટા વર્ઝનમાં આપવામાં આવી રહ્યું છે. આ માધ્યમથી શેરચેટ વીડિયોને વોટ્સએપમાં જ પ્લે કરી શકાશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow