દેશના ઘણાં ભાગામાં ડુંગળીના ભાવ ફરી એક વખત આસમાને પહોંચ્યા છે. દિલ્હીથી લઈને મુંબઈ અને દેહરાદૂનથ લઈને ચેન્નાઈ સુધીના બજારોમાં ડુંગળીન ભાવ વધી રહ્યાં છે. જેના કારણે ફરીથી આમ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષને સરકાર પર નિશાન સાધવાની તક મળી છે. અમદાવાદના સ્થાનિક બજારમાં ડુંગળી રૂ.60થી 75 રૂપિયે કિલો વેચાઈ રહી છે. યાર્ડના ભાવની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં ડુંગળીના 20 કિલોના ભાવ 290થી 800 છે.જ્યારે ગોંડલ યાર્ડમાં ડુંગળીના 20 કિલોના ભાવ 191થી 781 છે.
દેશના કેટલાક મોટા શહેરોના ડુંગળીના ભાવ
1 – દિલ્હી – 60-80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
2 – મુંબઈ – 75-80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
3 – ગુરૂગ્રામ 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
4 – નોએડા – 65-80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
5 – બેંગલોર – 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
6 – પટના – 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
7 – કોલકાતા – 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
8 – અમદાવાદ – 60-70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
9 – ચેન્નાઈ – 55-65 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
સરકાર ટૂંક સમયમાં કડક પગલા ભરશે
કેન્દ્ર સરકારે ડુંગળીની આપૂર્તિ વધારવા માટે કેટલાક પગલા ભર્યા છે. સરકારે છેલ્લા કેટલાક અઠવાડીયાથી ઘરેલુ આપૂર્તિ વધારવા અને કિંમતો પર અંકુશ લગાવવા માટે કેટલાક પગલા ભર્યા છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં ઉત્પાદક રાજ્યોમાં ભારે વરસાદના કારણે આપૂર્તિ પ્રબાવિત થવાથી ડુંગળીના છૂટક ભાવમાં મોટો વધારો થયો છે.
આ સિવાય સરકાર સ્ટૉક લિમીટ લગાવવા પર વિચાર કરી રહી છે. સરકારનું કહેવું છે કે, ડુંગળીના સ્ટૉકની કોઈ અચત નથી. સરકાર પાસે 45 મેટ્રિક ટન ડુંગળી ઉપલબ્ધ છે. પરંતુ, વ્યાપારી સરકારી ડુંગળી કરીદવા માટે તૈયાર નથી. સરકારને આશંકા છે કે, આ વ્યાપારીઓની મિલીભગત છે.
સરકારે રાજ્યોને પણ નાફેડથી ડુંગળી લેવાની અપીલ કરી છે. સરકાર 3.90 રૂપિયાના હિસાબે ડુંગળી વેંચી રહી છે. સરકાર મધર ડેરીના સફળ દ્વારા ડુંગળી આપી રહી છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીના બજારોમાં ડુંગળીના ભાવ 80 રૂપિયા પહોંચી ગયા છે. દિલ્હીમાં ડુંગળીના ખપત 650 ટન રોજ છે.
ગત વર્ષના દુષ્કાળ અને આ વખતે ચોમાસાની શરૂઆત થવામાં લાગેલા સમયના કારણે મુશ્કેલી વધી ગઈ છે. આ વર્ષે દેશમાં ઘણી જગ્યાએ થયેલા મુશળધાર વરસાદના કારણે ડુંગળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આ કારણે માર્કેટમાં સપ્લાય ઘટ્યો છે અને કિંમતો વધી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.