અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકની હૉટલો ઉપર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના નામે ફોર્મ ભરી પૈસા ઉઘરાવતા નકલી ત્રણ સખ્સ જડ્પાયા હતા. હૉટલ માલિકોએ નકલી અધિકારી બની આવેલા ત્રણેય સખ્સોને ઝડપી પોલીસના હવાલે કર્યા હતા.

શામળાજી નજીક સ્ટેટ અને નેશનલ હાઈવે ઉપર આવેલી હૉટલ ક્રિશ્ના, સમ્રાટ, વિશ્રામ, મેશ્વો અને લહેર હૉટલ ઉપર બુધવારે બપોરે અમદાવાદ અને ગાંધીનગર ત્રણ સખ્સો એક કાર લઇ આવ્યા હતા. આ ત્રણેય સખ્સોએ હોટલ ઉપર પોતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આધિકારીઓ હોવાની ઓળખાણ આપી હૉટલોની તપાસ કરી હતી. ફૂડ વિભાગના ફોર્મ ભરી હૉટલ માલિકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા.

ત્યારે હૉટલ માલિકને શંકા જતા હૉટલના માલિકે આ ત્રણેય સખ્સો માટે ગાંધીનગર ફૂડ વિભાગમાં ફોન કરી તપાસ કરાવી હતી ત્યારે માલુમ પડ્યું હતું કે આવા કોઈ આધિકારીઓ નથી. જેથી ક્રિશ્ના હૉટલના માલિકે પીછો કરી આ ત્રણેય સખ્સોને વાટડા ટોલ ટેક્ષ પાસેથી પકડી પાડી શામળાજી પોલીસ હવાલે કર્યા હતા.

ત્રણેય સખ્સો હૉટલ માલિકો પાસે જતા હતા અને પોતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી આવતા હોવાની ઓળખ આપી તેઓની પાસે રાખેલું કમિશ્નર ખોરાક ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર ના પરિપત્ર ફૂડ સેફટી એકટ ૨૦૦૬ મુજબ છાપેલું ફોર્મ ભરી હૉટલ સીલ કરી દેવાની ધમકીઓ આપતા હતા અને રૂપિયાની ઉઘરાણી કરતા હતા આ ત્રણેય સખ્સોએ શામળાજી નજીકની ક્રિશ્ના હૉટલ માલિક પાસેથી ૨૦૦૦, મેશ્વો હૉટલ માંથી ૨૦૦૦, લહેર હૉટલ માલિક પાસેથી ૨૦૦૦, તેમજ વિશ્રામ હૉટલ માલિક પાસેથી ૫૦૦૦ એમ કુલ ૧૧ હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી.

પોલીસે આ ત્રણેય નકલી અધિકારીઓ પાસેથી આ ૧૧ હજાર રોકડા તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બનાવાયેલ ફોર્મ કબજે લીધા છે અને આ ત્રણેય સખ્સો એ અગાઉ બીજા કેટલા સ્થળોએ આવી છેતરપીંડી આચરી છે તેની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીના નામ :- ૧, રામભાઈ અંબાલાલ પ્રજાપતિ રહેવાસી સાબરમતી અમદાવાદ , ૨, ભાગવત રમેશભાઈ નાયક રહેવાસી આનંદનગર ગાંધીનગર ,૩, મનીષભાઈ કિરીટભાઈ ઉપાધ્યાય રહેવાસી ગાંધીનગર ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024