dahod kadana news

ફતેપુરા તાલુકા ના પાટડિયા ગામમાંથી નીકળતી કડાણા થી દાહોદ જતી એક્સપ્રેસ પાણી લાઇન નાખ્યા ને આજે આશરે ત્રણ વર્ષ વીતી જવા છતાં ખેતર માંથી પાઈપલાઈન નાખવા માટે કરેલ ખોદકામ નું સમતલ નહીં કરાતા ખેડુત ને મરવા નો વારો આવ્યો.

આદિવાસી વિસ્તાર મા આવેલા ફતેપુરા તાલુકા ખેડૂતો ને સિંચાઈ અને પીવા ના પાણી કાયમી સમસ્યા ના લીધે ધરતી પુત્રો ની હાલત દિન પ્રતિદિન બત્તર બની રહી જેમા દાહોદ જિલ્લા ના ખેડૂતો ની લાંબી લડત બાદ ગુજરાત સરકાર દ્વારા કડાણા ડેમ માંથી દાહોદ સુધી પીવા નું પાણી દાહોદ સુધી પાઈપલાઈન મારફતે પીવા ના પાણી ને લઈ જવા ની કરોડો રૂપિયા ની બનાવવા મા આવી હતી. જેની વહીવટી મળ્યા બાદ તાત્કાલિક જે તે એજન્સી દ્વારા સરવે કરી ને ખેતરમાં ખોદકામ કરી ને પાઈપલાઈન નાખવા ની શરૂઆત કરવા મા આવી હતી.

જેમાં મુખ્યત્વે પાટડિયા ગામ ના મડિયાભાઈ ફૂલજીભાઈ કટારા પોતાના પિતા ના વારસા મા મળેલી જમીન મા સિંચાઈ ની અપુરતી સુવિધા ના કારણે ફક્ત ચોમાસા ની ઋતુ માજ ખેતી થાય છે અને જેમાં મળેલ અવાક માંથી પોતાના ઘર નું ગુજરાન ચલાવે છે જેમ કડાણા થી દાહોદ સુધી ની પાઈપલાઈન યોજના હેઠળ પાટડિયા ગામ માં આવેલી જમીન માંથી પસાર થાય છે. જેથી એજેંસી ના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ ખેતર મા ખોદકામ અને પાઈપલાઈન નાખવા માટે ખેડુત મડિયાભાઈ ફૂલજીભાઈ કટારા ને વિશ્વાસ મા લઈ ખેતરમાં ખોદકામ કરી ને પાઈપલાઈન નાખી દેવામાં આવી હતી.

પરંતુ પાઈપલાઈન નાખવા ની તમામ કામગીરી પૂર્ણ કર્યા બાદ જેતે એજંસી ના કોન્ટ્રાક્ટ અને અધિકારી ઓ માટી નું પુરાણ કરવા મા અવ્યું નથી અને ખેતરમાં માટી ના મોટા ઢગલા ઓ હોવા થી ચોમાસા ની સિઝન મા વરસાદ નું પાણી ભરાઈ જાય છે. અને મકાઈ , તુવર જેવા ટૂંકાં ગાળા ના પાક લઈ શકાય તેમ ન હોવા થી પટડિયા ગામ ન ખેડુત ની હાલત કફોડી બની છે.

જ્યારે બીજી બાજુ એ પટડિયા ગામ ના ખેડુત દ્વારા જે તે કોન્ટ્રાક્ટ અને અધિકારી ઓ દ્વારા યોગ્ય જવાબ મળી રહ્યો નથી.ખેડુત મડિયાભાઈ ફૂલજીભાઈ કટારા દ્વારા તંત્ર ને વારંવાર જાણ પણ કરવા મા આવી છે.જ્યારે ખેતરમાં ખોદકામ જમીન વળતર પણ ખેડૂતો ને આજદિન સુધી મળ્યું નથી જેવા અનેક આક્ષેપો કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024