જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાના બે અઠવાડિયાની અંદર જ ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓને જવાબ આપી દીધો છે. એરફોર્સે એલઓસી પાર જઇને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ્સ પર 1,000 કિલોના બોમ્બ ફેંક્યા છે. જાણકારી અનુસાર, આજે વહેલી સવારે કરવામાં આવેલા ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર પ્લેન સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, 1971ના યુદ્ધ બાદ આ પ્રથમવાર બન્યું છે જ્યારે ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરીને કોઇ ઓપરેશનને અંજામ આપ્યો છે. ત્યાં સુધી કે, કારગિલ યુદ્ધ દરમિયાન પણ એરફોર્સે LoC પાર કરી નહતી. 

એરફોર્સના ઓપરેશનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ સંપુર્ણ રીતે નષ્ટ થઇ ગયા છે. આ સંગઠને પુલવામા હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સંપુર્ણ રીતે સફળ રહ્યું છે. થોડીવારમાં રક્ષા મંત્રાલય તરફથી સત્તાવાર નિવેદન પણ આવી શકે છે. એરફોર્સના હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી હતી કે, જો આ વાત સાચી છે તો આ ખૂબ જ મોટી કાર્યવાહી છે.

આ પ્રથમ મોકો છે જ્યારે ભારતીય વાયુસેનાએ LoC પાર કરીને કોઇ ઓપરેશનને અંજામ આપ્યો છે કારગિલ યુદ્ધ દરમિયાન પણ એરફોર્સે એલઓસી પાર કરી નહતી.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS