ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને પરત છોડવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને ભારતના પાયલટને ગુરૂવારે પરત મોકલવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે વિંગ કમાન્ડર અભિનંદનને તેઓ શુક્રવારે પરત મોકલશે. તેમણે કહ્યું હતું કે અમે અભિનંદનને છોડી અને સદભાવના દર્શાવી છે.

પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાને કહ્યું, શાંતિનો સંકેત આપતા અમે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને કાલે ભારતને પરત કરીશું. ઈમરાન ખાનની આ જાહેરાત બાદ ત્યાં હાજર સાંસદોએ તાળીઓ પાઢી હતી. પાયલટ અભિનંદનને કાલે વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે.

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકના આગળના દિવસે પાકિસ્તાની વિમાનોએ જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી સેક્ટરમાં ભારતીય વાયુ સરહદનું ઉલ્લંઘન કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતે એક પાકિસ્તાની વિમાનને ધ્વસ્ત કર્યું હતું. આ સંઘર્ષમાં ભારતીય વાયુસેનાનું પણ એક મિગ-2 ક્રેશ થયુ હતું અને વાયુસેનાના પાયલટ અભિનંદનને પાકિસ્તાને ધરપકડ કરી લીધી હતી.


સમગ્ર દેશમાં વિંગ કમાન્ડર અભિનંદનનો વીડિયોએ લોકોના દીલ જીત્યા હતા જેમાં તેઓ કહીં રહ્યાં હતા કે મારૂ નામ વિંગ કમાન્ડર છે, મારો બીલ્લા નંબર આ છે, હું ભારતીય વાયુસેનાનો પાયલટ છું. આથી વિશેષ હું કઈ પણ માહિતી આપી શકું નહીં. ભારતના આ વીરની સ્થિરતા જોઈ સમગ્ર દેશ તેમના પર વારી ગયો હતો.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024