Mohammad Aamir
પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મહોમ્મદ આમિરે (Mohammad Aamir) 28 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે.
પાકિસ્તાનના આ લેફટી પેસ બોલરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ચોંકાવનારા આક્ષેપો પણ કર્યા છે. આમીરનુ કહેવુ છે કે, હાલના કોન્ટ્રાક્ટમાં હું પાકિસ્તાન વતી રમી શકું તેમ નથી. હું પાકિસ્તાન પહોંચીશ પછી ક્રિકેટ છોડવાના કારણો પર એક લાંબુ નિવેદન જાહેર કરીશ.
આ પણ જુઓ : રાજકોટમાં માત્ર 10મુ ધોરણ પાસ બોગસ ડોક્ટર ઝડપાયો
આમીરની અચાનક નિવૃત્તિની જાહેરાતે ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે.આમીર પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 વન ડે અને 50 T-20 મેચ રમ્યો છે. કુલ મળીને તેણે 258 વિકેટ લીધી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.