Palanpur

પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો થતાં 28 લોકો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેને લઇને મોટા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

પાલનપુર તાલુકાના મોટા ગામમાં માત્ર સાફો પહેરવાની બાબતમાં વરઘોડા પર પથ્થરમારો થયો હતો દલિત યુવાનના વરઘોડા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું જો કે પોલીસે સમગ્ર મામલો સંભાળ્યો હતો અને કાંકરીચાળો કરનાર 3 ની અટકાયત પણ કરી હતી.

મોટા ગામમાં દલિત યુવાનના લગ્નને લઈને વરઘોડો નીકળવાની બાબતમાં પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું હતું પરંતુ મોટા ગામમાં ઘર્ષણ ન થાય અને તંગદિલી ના થાય અને વ્યવહાર ન બગડે એ હેતુ થી દલિત યુવકના પરિવારે વરઘોડો બંધ રાખવાનું નક્કી કર્યું હતું જોકે થોડી ચડવાની પણ બાબતમાં દલિત પરિવાર પાછી પાની કરી હતી ત્યારે માત્ર સાફો પહેરવાની બાબતમાં વરઘોડો નીકળવાના સમયે કાંકરીચાળો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું અને દલિત યુવાનના વરઘોડા પર પથ્થરમારો કરનાર યુવકોની જોકે પોલીસે અટકાયત પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024