બન્ને સંસ્થાની સેવાકીય અને સામાજિક કાર્યો ની સમાજ પરિવારે સરાહના કરી.
તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૨ ને સોમવાર, મહાસુદ સાતમ એટલે વિર મેઘ માયા દેવ ની ૮૮૩ મી બલિદાન તિથિ માયા સાતમ ના પવિત્ર દિવસે શ્રી વિર મેઘ માયા મંદિર પરિસર, પાટણ મુકામે સમગ્ર પરગણા વણકર સમાજના આગેવાનો નો સન્માન કાર્યક્રમ વિર મેઘ માયા મંદિર ના મહંત વિશ્વનાથ બાપુની ઉપસ્થિતિમાં ઉન્નતિ ફાઉન્ડેશન અને સંકલ્પ સંસ્થા પાટણના સયુંક્ત ઉપક્રમે રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઇ મકવાણા, સમગ્ર પરગણા વણકર સમાજના સભ્ય મહેશભાઈ પી. રાઠોડ -વિસનગર, વિણાબેન એમ દિપકર-મહેસાણા, કલ્પનાબેન પરમાર – મહેસાણા, બિપીનભાઈ કે. સોલંકી-કલોલ, રસિકભાઈ જે સોલંકી-ચિલોડા, અનિલભાઈ બી પરમાર-અચરાસણ, રમેશભાઈ પી રાઠોડ-વેજલપુર, દક્ષાબેન એ સોલંકી-મંડાલી, દક્ષાબેન જે જાદવ-કલોલ, મગનલાલ જી. ડાભી-ગાધીનગર, જિજ્ઞેશકુમાર બી કાપડીયા-મહેસાણા સહિતના આગેવાનો નું ઉન્નતિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ મકવાણા અને સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર કે. હિરવાણીયા સહિતના સભ્યો દ્વારા શાલ, બુકે અને રાષ્ટ્ર પુરૂષ ડૉ. બાબાસાહેબ આંબેડકરજી નું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના મનોજભાઈ સોલંકી, અશોકભાઈ પરમાર, નરેશ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા પણ વિર માયા દેવ મંદિર ના મહંત વિશ્વનાથ બાપુનું, ઉન્નતિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ મકવાણા અને સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર કે. હિરવાણીયા નું વિર મેઘ માયા દેવ નું કેલેન્ડર, બુકે, જય ભીમ નો ખેસ તેમજ ડૉ.આંબેડકર ની મોમેન્ટ આપી સન્માન કરી બન્ને સંસ્થાની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓની સરાહના કરી શુભકામનાઓ પાઠવી હતી.