- કડીયાદરા કેળવણી મંડળ સંચાલિત સી.કે.અજમેરામાં ગત શનિવારે ધોરણ 6ની વિદ્યાર્થિનીઓને આચાર્યએ માર મારતાં ઘણો હોબાળો થયો હતો.
- વાલીઓ અને વિદ્યાર્થિનીઓએ આ અંગેની કેળવણી મંડળને ફરિયાદ પણ કરી હતી.
- આ ફરિયાદમાં લેખિતમાં આક્ષેપ કરવામાં આવ્યાં હતાં કે, આચાર્ય સેંધાભાઇ એમ રબારીએ દારૂનાં નશામાં 16 વિદ્યાર્થિનીઓને માર માર્યો હતો અને તેમને 50-50 ઉઠક બેઠક પણ કરાવી હતી.
- જે બાદ તમામને સિવિલમાં સારવાર માટે લઇ જવાયા હતાં.
આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, શનિવારે દારૂનો નશો કરીને આવેલા આચાર્યે વિદ્યાર્થિનીઓને સોટીથી માર માર્યો.
- મળતી માહિતી પ્રમાણે કડીયાદરાની કેળવણી મંડળ સંચાલિત સી.કે. અજમેરા શાળામાં વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓએ આચાર્ય સેંધાભાઇ એમ. રબારી પર ગંભીર આક્ષેપ કર્યો છે.
- તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, શનિવારે દારૂનો નશો કરીને આવેલા આચાર્યે વિદ્યાર્થિનીઓને સોટીથી માર માર્યો. જે બાદ તે તમામ વિદ્યાર્થિનીઓને 50-50 ઉઠક બેઠક કરાવી હતી.
- તેઓ આવું વારંવાર કરે છે. વાલીઓએ ફરિયાદમાં આગળ લખ્યું છે કે, છોકરીઓને લાગે છે કે સાહેબ દારૂનું સેવન કરીને આવે છે.
- આ અંગે આચાર્ય, સેંધાભાઇ. એમ. રબારીએ કહ્યું કે, ‘ચાલુ ક્લાસમાં બધા ડાન્સ કરી શોરગુલ કરતા હોવાની એક છોકરાએ ફરિયાદ કરતા ક્લાસમાં તોફાન કરતા બાળકોને સોટી અડાડી હતી.
- તેમાં મારી ભાણી પણ હતી સંસ્થાને બદનામ કરવા ખોટા આક્ષેપ થઇ રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.