Pass system

  • આજથી શ્રાવણ મહિનાનો શુભારંભ કોરોના મહામારી વચ્ચે થયો છે, જેના કારણે શિવાલયો અને મંદિરોમાં ભોલેનાથના સૂરો ગૂંજી રહ્યા છે.
  • અત્યારે કોરોનાના કારણે અનેક મોટા મંદિરોમાં લોકોને ભીડ ભેગી ન કરવા માટે કહેવામાં આવ્યું છે.
  • તથા શિવલિંગ પર અભિષેક અને બિલીપત્ર ચઢાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
  • સોમનાથમાં પણ અગાઉથી કોરોના માટેની ગાઈડલાઈન જાહેર કરીને લોકોને ભીડ ન કરવા જણાવાયું હતું.
  • પરંતુ આજે સોમનાથ દાદાના મંદિરે ભક્તોની મોટી મોટી લાઈનો જોવા મળી હતી.
  • તેના કારણે અસ્તવ્યસ્તા અને સોશિયલ ડિસ્ટિંસિંગના ઘજાઘરા ઉડતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
  • આજે શ્રાવણ મહિના પેહલા જ દિવસે સોમનાથ મંદિરમાં લાંબી લાઈનો થતા ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
  • તેથી પોલીસે ભક્તો પર લાઠીચાર્જ કર્યો હતો.
  • જો કે, લાઠીચાર્જ થતાં ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
  • તથા જેના કારણે પોલીસ અને ભક્તો વચ્ચે થોડી રકઝક થઈ હતી.
  • મંદિરમાં વ્યવસ્થાના અભાવના કારણે મારામારીના અને ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
  • તો હવે સોમનાથ મંદિરમાં પાસ સિસ્ટમ (Pass system) લાગુ થઈ શકે છે કારણ કે, આજે શ્રાવણના પ્રથમ દિવસે જ ભક્તો-પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું
  • આ મારામારીની ઘટના બાદ મંદિરના ટ્રસ્ટીઓ Pass system (પાસ સિસ્ટમ) લાગૂ કરવાનો નિર્ણય લઇ શકે છે.
  • ત્યાં જ મંદિરના ટ્રસ્ટી સેક્રેટરી પી.રે લહેરીએ જણાવ્યું કે, જો મંદિરમાં ભક્તો અવ્યવસ્થા કરશે તો મંદિર બંધ કરીશું.
  • જો કે, આ (Pass system) પાસ વ્યવસ્થા લાગુ કરવા અને ક્યારથી તેનો અમલ કરાશે તેની સાંજ સુધીમાં સત્તાવાર માહિતી જાહેર કરાશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024