Ujjwal Nikam
પ્રખર ક્રીમીનલ ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમે (Ujjwal Nikam) બોલિવૂડના ડ્રગ રેકેટના મુદ્દે કહ્યું હતું કે હજુ તો માત્ર હીરોઇનોનાં નામ આવ્યાં છે. થોડી રાહ જુઓ, હીરોનાં નામ પણ બહાર આવશે. નિકમે કહ્યું કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો વાતની ગંભીર તપાસ કરી રહી છે. એ જોતાં આ મુદ્દાને પબ્લિસિટી સ્ટંટ તરીકે ન લેવો જોઇએ. ડ્રગ રેકેટમાં સંડોવાયા હોય એ સૌનાં નામ બહાર આવવાં જોઇએ અને નાના-મોટા દરેકની ઊંડી તપાસ થવી જોઇએ.
આ પણ જુઓ : રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન
નિકમે વધુમાં કહ્યું કે દૂબઇમાં બેઠેલા ભાઇલોગની મદદથી બોલિવૂડના કેટલાક લોકો પોતાનો વટ વધારી રહ્યા હતા. બોલિવૂડમાં એવી ખરીખોટી છાપ પડી હતી કે અમને કોઇ હાથ ન લગાવી શકે. પરંતુ હાલની સરકાર એવી બાબતમાં કોઇની પરવા કરે એવી નથી. વહેલા મોડા આ બધા ખુલ્લા પડી જવાના હતા.
આ પણ જુઓ : DRDO દ્વારા લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ
નિકમે કહ્યું કે ડ્રગ રેકેટ બોલિવૂડ પૂરતું મર્યાદિત નથી, સમાજના બધા વર્ગોમાં ડ્રગ રેકેટ કાર્યરત હોઇ શકે છે. પરંતુ બોલિવૂડના કલાકારો સમસ્ત સમાજના યુવાનો માટે મોડેલ રૂપ હોય છે જેથી એની અસર સમાજ પર પડ્યા વગર રહેતી નથી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.