શ્રાવણમાસની પૂણીમાં એટલે ”બળેવનો ઉત્સવ”. તો દેશભરમાં શ્રાવણી પૂણીમાંના દીવસે રક્ષાા બંધનનું પર્વ પણ ઉજવાય છે. આ દીવસે બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધીને એકબીજાની રક્ષાાના કોલ આપે છે. વર્ષોથી રક્ષાાબંધનનું પર્વ ઉજવાતું આવ્યું છે.
ત્યારે રક્ષાાબંનના પવિત્ર ભાઈ-બહેનના પર્વ નિમિત્તે રાત દિવસ દોડતી જીવાદોરી સમાન જીવીકે ઈએમઆરઆઈ ૧૦૮ અને મહિલા હેલ્પ લાઈન ૧૮૧ દ્વારા ૧૦૮ના તમામ ઈએમટી પાયલોટને રાખડી બાંધી રક્ષાાબંધન પર્વની ઉજવણી સિવીલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી.
આ પવિત્ર અવસરમાં ૧૮૧ હેલ્પલાઈનના મહિલા કાઉન્સીલર કામિનીબેન સોલંકી, મહિલા એએસઆઈ બબીબેન મકવાણા સહિત ૧૦૮નો સ્ટાફ હાજર રહી રક્ષાાબંધન પર્વની કોમી એકતા વચ્ચે ઉજવણી કરી હતી.