Patan : પાટણ શહેરમાં આવેલા અનેક અવાવરા કુવાઓ અને મસમોટા ખાડાઓ પાલિકાની નિષ્કાળજીને લઈ આજેપણ ખુલ્લા જોવા મળતા હોય છે ત્યારે કેટલીક વાર આ વિસ્તારોમાં ફરતા અબોલ પશુઓ સહિત ગૌમાતાઓ તેનો ભોગ પણ બનતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આજરોજ પાટણ શહેરના ખાલકશાપીર રોડ પર આવેલા દેવાંશી સોસાયટીના એક સંડાસના ખુલ્લા કુવામાં અહીં ફરી રહેલ ગાય તેમાં ગરકાવ થઈ ગઈ હતી.

જેની જાણ સ્થાનિક રહીશોને થતાં તેઓએ તુરંત વોર્ડ નં.૩ના કોપોરેટર ગોપાલસિંહને આ બાબતથી વાકેફ કર્યા હતા. જેથી વોર્ડ નં.૩ના કોપોરેટર તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ સંડાસનો કુવો ખૂબજ ઉંડો હોવાથી અને સરળતાથી ગાય બહાર ન નીકળી શકવાને લઈ જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ જેસીબી મશીનની મદદથી સોસાયટીના રહીશોના સાથ સહકારથી ગાયને આબાદ રીતે બહાર કાઢી તેઓને નવજીવન બક્ષાી અબોલ પ્રાણીઓ પ્રત્યેની સહાનુભુતિ દાખવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024