પાટણ : સીટી પોઈન્ટમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની યોજાઈ મોકડ્રીલ.

- Advertisement -

This browser does not support the video element.

પાટણ શહેરના સીટી પોઈન્ટમાં આવેલા થિયેટરમાં બે ઈસમો ઘાતક હથિયારો સાથે ઘુસી ગયા હતા. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલા સાથે સીટી પોઈન્ટ ખાતે દોડી આવી હતી અને થિયેટરને ચારેય તરફથી પોલીસે કોર્ડન કરી નાંખી હતી

ત્યારે સીટી પોઈન્ટ બહાર અને અંદર પોલીસનો ઓચિંતો કાફલો જોતાં વેપારીઓ સહિત શહેરીજનોમાં ભયના માહોલની સાથે કુતુહલતા જોવા મળી હતી. ત્યારબાદ સીટીપોઈન્ટના થિયેટરના ઉપરના માળેથી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી બે ઈસમોને આબાદ રીતે ઝડપી પાડયા હતા. ત્યારે આ ઝડપાયેલા ઈસમો પાસેથી રાયફલ, આરડીએક્ષા બોકસ, ઈડીઈ સર્કિટ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો.

પોલીસે તમામ મુદામાલ જપ્ત કરી આ બંને ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. તો આગામી ૧પમી ઓગસ્ટને લઈ પોલીસ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હોવાની વાત શહેરીજનો સહિત વેપારીઓને મળતાં તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો.