પાટણ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકન ગુનીયા સહિત વાયરલ ફીવરે માઝા મૂકતાં શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે તેમ છતાં પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા નકકર કામગીરી હાથ ન ધરાતાં આ રોગોએ માઝા મૂકી છે

ત્યારે પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખા દ્વારા દરવર્ષે નવા ફોગીંગ મશીનોની ખરીદી કરવામાં આવતી હોવા છતાં તેને યોગ્ય સમયાંતરે શહેરમાં ફોગીંગ કરવામાં ન આવતાં માત્ર આ ફોગીંગ મશીનો શોભાના ગાંઠિયા સમાન બની રહયા છે

ત્યારે અગાઉ પણ ખરીદી કરાયેલા ફોગીંગ મશીનો ખોટવાઈ જવાના કારણે તેને રીપેરીંગ કરવાની જગ્યાએ સત્તાપક્ષ દ્વારા નવા મશીનો ખરીદવાનો આગ્રહ રાખી જૂના મશીનોની કોઈપણ પ્રકારની સાર સંભાળ ન લેવાતાં તેઓ ભંગાર હાલતમાં પડી રહયા છે ત્યારે તાજેતરમાં જ નવી બોડી દ્વારા જર્મન કંપનીના ઓટોમેટીક ફોગીંગ મશીનોની ખરીદી કરવામાં આવી હતી

ત્યારે આ જર્મન કંપનીના ઓટોમેટીક મશીનો શહેરમાં ફોગીંગ કરતી વખતે તેમાંથી ધુમાડો કાઢવાની જગ્યાએ આગ નિકળતાં કર્મચારીઓ પણ વિસામણમાં મૂકાયા હતા. આમ નવા ખરીદી કરાયેલા ફોગીંગ મશીનો પણ શોભાના ગાંઠિયા સમાન બની રહેતાં અને શહેરમાં પાલિકા દ્વારા સમયાંતરે ફોગીંગ ન કરાતાં ચિકન ગુનીયા, ડેન્ગ્યુ સહિત વાયરલ ફીવર જેવા કેસોમાં સતત વધારો થઈ રહયો છે.

ત્યારે પાલિકા દ્વારા ફોગીંગ મશીનોની ખરીદી કરી તેને શહેરમાં ફોગીંગ કરવામાં ન આવતાં રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે વોર્ડ નં.૯ના કોપોરેટર ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે પાલિકાના ચીફ ઓફિસર ફોગીંગની ખરીદી કરવામાં જે રીતે રસ દાખવે છે તેજ રીતે લોકોની સુખાકારી માટે સમયાંતરે શહેરમાં ફોગીંગ કરાવે તે પણ જરુરી હોવાનું જણાવી પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.

તો જૂના જનસંગી અને પૂર્વ ભાજપના ટી.પી. કમિટીના ચેરમેન અંબાલાલ પટેલને મૌખિક પુછતાં તેઓએ નગરપાલિકાના અણધડ વહીવટ પાછળ ભાજપનું સંગઠન જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024