પાટણ : પાંચ વર્ષના બાળકનું મોઢુ ન ખુલતા કરાયું સફળ ઓપરેશન

પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ડોકટરી નગરી તરીકે પણ ઓળખાતાં અહીં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન અને કચ્છના દર્દીઓ સારવાર અર્થે આવતાં હોય છે. ત્યારે પાટણ ખાતે આવેલી કિ્રષ્ના હાસ્પિટલલમાં ડો.મિલન મોદી દ્વારા પાંચ વર્ષના નાના બાળકનું મોઢુ ખુલતુ ન હોવાથી સફળતાપૂર્વક ઓપરેશન કરાયું હતું.

દર્દી રોહિતભાઈ ઠાકોર ઉ.વ.પાંચ રહે. દેલમાલ, તા.ચાણસ્મા જિ.પાટણનું ઓપરેશન પહેલા દર્દીનું મોઢુ છેલ્લા બે વર્ષથી બિલકુલ ખુલતું ન હોવાથી નિદાન માટે આવ્યા હતા. ડો.મિલન મોદી દ્વારા તપાસ કરતા જાણવા મળેલ કે દર્દીને રાઈટ ટીએમજે એન્કાઈલોસીસ એટલે કે જમણી સાઈડના ઉપરના અને નીચેના જડબાનું હાડકુ જડબાની જૂની ઈજાના કારણે જોઈન્ટ થઈ જતાં દર્દીના જડબાનું હલનચલન સંપૂર્ણ બંધ થઈ ગયું હતુ જેનું સફળતાપૂર્વક ઓપરેશન ડો.મિલન મોદી ટીએમવાય એ કિ્રષ્ના હોસ્પિટલમાં રવિવારના રોજ થયું હતું અને દર્દીનું મોઢુ ચાર આંગણી ખુલતુ થઈ ગયૂં હતું.

આવા પ્રકારના દાંત, મોં અને જડબાના ઓપરેશન પાટણ શહેરમાં આવેલા ડોકટરો દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવતા પાટણ શહેર એ ડોકટરી નગરી તરીકે પણ ઓળખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here