પાટણ : મિનરલ વોટરના છકડાએ પલ્ટી મારતાં માર્ગ પર ઢોળાયા પાણીના જગ

પાટણ શહેરના યુનિવર્સીટી રોડ પર બેફામ દોડી રહેલા છકડા ચાલકે ઓવરટેક કરવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા છકડો પલ્ટી ખાઇ જતા પાણીના કેરબા રોડ પર વિખેરાઇ ગયા હતા. પાટણ યુનિવર્સીટી રોડ પરથી એક નંબર પ્લેટ વગરનો છકડો પસાર થઈ રહ્યો હતો જેના ચાલકે છકડાની સ્પીડ વધારી આગળ જતા વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા છકડો બેકાબુ બની ડીવાઇડરના વૃક્ષો તોડી સામેના માર્ગ પર ધસી ગયો હતો .

આ અકસ્માતમાં છકડામાં ભરેલા મીનરલ પાણીના જગ માર્ગ પર વેરવિખેર થઇ વિખરાઇપડ્યા હતા. સદનસીબે સતત વિદ્યાર્થીઓની અવર – જવરથી ધમધમતા માર્ગ પર આ અકસ્માત દરમ્યાન કોઇ જાનહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.