પાટણ : કિસાન મોરચાની યોજાઈ બેઠક

પાટણ જિલ્લા ભાજપ કાર્યાંલય ખાતે જિલ્લા કિસાન મોરચાની જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. તેમાં પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી સરદારભાઈ ચૌધરી જિલ્લા કિશાન મોરચા પ્રભારી તેજાભાઈ ભુરીયાએ ખેડૂતો લક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

તેમાં જિલ્લા મહામંત્રી રમેશભાઈ સિંધવ અને સૂરજગીરી ગોસ્વામી અને પાટણ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ ખેર મહામંત્રી સંજયભાઈ પટેલ અને ભીખુભા સોઢા સહિત પાટણ જિલ્લા ૧૪ મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ હાજર રહ્યા હતા.