વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગુજરાત વણકર સમાજ અને પાટણ શહેર શ્રી વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટીઓની વીર મેધમાયા મંદિર અને સંકુલ નિર્માણને લઈ અગત્યની મિટિંગ અમદાવાદ એનેક્ષી સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ પશ્ચિમના સાંસદ સભ્ય તથા ચેરમેન વીરમેધમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ ડો. કિરીટભાઈ સોલંકીની આગેવાની હેઠળ યોજાઈ હતી.
બેઠકમાં પાટણ ખાતે મેમોરિયલ અને મંદિર દરેક સમાજના, દરેક વર્ગના લોકો તેમાં જોડાય અને પાટણ ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ થાય તેવી ચર્ચા થઈ હતી.
વધુમાં વૈષ્ણવી ધામ સર્કલ, સરખેજ ગાંધીનગર હાઇવે અમદાવાદ પાસે આવેલા ઉમિયાધામ અને સરદાર ધામની બિલકુલ બાજુમાં ૧૧ માળનું સમસ્ત અનુસૂચિત જાતિના કલ્યાણ માટે વીરમાયા ધામ સંકુલ બનશે જેમાં ડો. બાબા સાહેબ આંબેડકર અને વીર મેઘમાયાની વિરાટ પ્રતિમા મુકવામાં આવશે તેમ બૃહદ્ મીટીંગમાં જણાવ્યુ હતું. મીટીંગનુ સંચાલન રમેશભાઈ એસ. સોલંકીએ કયું હતું.