પાટણ ખાતે આવી પહોંચેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પાટણ શહેરમાં જન આશીવર્ાદ યાત્રા શરુ કરે તે પૂર્વે પાટણના નવીન સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
તો આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે જન આશીર્વાદ યાત્રા ભાજપ દવારા જન જનના આશીર્વાદ લેવા માટેની યાત્રા હોવાનું જણાવી ગતરોજ શકિતપીઠ અંબાજી માતાના દર્શન કરી આ યાત્રાનો પ્રારંભ કર્યો હોવાનું જણાવ્યું હતું
અને સમાજ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર મેઘમાયાના દર્શન કરતાં જ એક અનેરી ઉર્જાની પ્રાપ્તી મળી હોવાનો અહેસાસ પણ આ પ્રેસ કોન્ફરન્સમાં વ્યકત કર્યો હતો. અને પાટણના ઈતિહાસને વાગોળતા પોતાના જન આશીર્વાદ યાત્રાને લઈ પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.