પાટણ : કેન્દ્રીય મંત્રીએ વિશ્વ વિરાસણ રાણીની વાવ અને વિર મેઘમાયાના કર્યા દર્શન

- Advertisement -

This browser does not support the video element.

ગુજરાત રાજયમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ગતરોજ રાત્રીના સમયે પાટણ શહેરમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પ્રવેશ કરાતાં શહેરના જીમખાના પાસે આવેલા રંગીલા હનુમાન ખાતે પાટણ શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારે આજરોજ વહેલી સવારે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે વીર મેઘમાયાના દર્શન કરી જનઆશીર્વાદ યાત્રાની શહેરમાંથી શરુઆત કરી હતી. ત્યારે વીર મેઘમાયાના મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી આવી પહોંચતા ઢોલ નગારાના નાદ સાથે સમાજની બહેનો દ્વારા ભારતીય પંરપરા અનુસાર કુમકુમ તીલક દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા કેન્દ્રીય મંત્રીને વીર મેઘમાયાનું ચિત્ર આપ્યા બાદ ફૂલહાર અને સાલ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તો કેન્દ્રીય મંત્રીના હસ્તે વીર મેઘમાયાને ફૂલહાર કરી તેઓના આશીર્વાદ મેળવ્યા હતા.

ત્યારબાદ વિશ્વ વિરાસત રાણીની વાવની કેન્દ્રીય મંત્રીએ મુલાકાત લીધી હતી ત્યારે કેન્દ્રીય મંત્રીએ વર્ષો પહેલા પથ્થર પર કરવામાં આવેલી બેનમૂન કોતરણીને જોઈને તેઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. અને ઝીણવટભરી રીતે તેઓએ કરવામાં આવેલી વિવિધ દેવી-દેવતાઓના મૂર્તિઓની કોતરણનીે નિહાળી વિશ્વ વિરાસત રાણીની વાવની ભારોભાર પ્રશંસા કરી હતી.

https://youtu.be/UUhCLvC9g0E