પાટણ શહેરના હાઈવે સ્થિત બાલાજી પાર્ટી પ્લોટ ખાતે સિનીયર સીટીઝન કાઉન્સીલ ઓફ પાટણ દ્વારા વિવિધ દાતાઓના સન્માનની સાથે પંચાવન જેટલા વડીલોનો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું બુકે અને સાલ દવારા સિનીયર સીટીઝન કાઉન્સીલ દવારા સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સંસ્થાને આર્થિક સહયોગ આપનાર વિવિધ દાતાઓ, ભોજન દાતા, સ્ટીક ભેટ અર્પણ કરનારના દાતાઓનું સંસ્થા દવારા સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ૭પ વર્ષ પૂર્ણ કરનાર પંચાવન જેટલા વડીલોનું વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડીલોને સ્ટીક, શ્રીફળ-સાકર અને સાલ ઓઢાડી તેઓનું બહુમાનની સાથે વડીલ વંદના કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સિનીયર સીટીઝન કાઉન્સીલના સભ્યો અને સંસ્થાના કાર્યકરો-આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.