દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં ર૦૦૦ રૂપિયા નાખવામાં આવે છે.જે અંતર્ગત ઘણા આર્થીક રીતે ગરીબ પરિવારોને આ સહાયનો લાભ મળે છે.
ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર ભારતભરના ખેડૂતોના ખાતામાં સીધા જ અગાઉ આઠ જેટલા ર૦૦૦ ના હપ્તા નાખવામાં આવ્યા હતા.ત્યારે ૯મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ૯મો હપ્તો પણ દેશના તમામ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો ત્યારે પાટણ જિલ્લામાં કિસાન સન્માન યોજનામાં ર.૧ર લાખ ખેડૂતોને જોડવામાં આવ્યા હોવાનું પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં નોંધાયેલા ખેડૂતો પૅકી તમામ ખેડૂતોના ખાતામાં અગાઉ ૮ જેટલા હપ્તા નાખવામાં આવ્યા હતા.ત્યારે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યા હતા.
ત્યારે પાટણ જિલ્લામાં પણ ર.૧ર લાખ ખેડૂતોને સરકારની આ યોજનાનો લાભ મળ્યો હોવાનું ખેતીવાડી અધિકારી શૈલેશભાઈ પટેલે જણાવ્યું હતું.