પાટણ જિલ્લામાં અકસ્માતોના બનાવ બની રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા પાટણ સિદ્ઘપુર હાઇવે પર ઓઇલ ટેન્કર પલટી મારી ગયું હતું. ત્યારે ગતરોજ વામૈયા-હીસોરથી સિધ્ધપુર તરફ જઈ રહેલ દૂધ ભરેલું ટેન્કર પલટી મારી જતા રોડ ઉપર દૂધની રેલમછેલ થતાં દૂધ લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સદનસીબે ડ્રાઈવર તેમજ કંડક્ટરનો આબાદ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

હીસોરથી વામૈયા અને કોટાવડના પાટીયા સુધી સિંગલ પઢ્ઢી રોડ હોવાથી વારવાર આવા અકસ્માતના બનાવો બને છે. આ બાબતે અગાઉ વામૈયા ગામના સામાજિક કાર્યકર દ્વારા માર્ગ મકાનના કાર્યપાલ ઇજનેરને લેખીતમાં રસ્તો પોળો કરવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં

આજ દિન સુધી માર્ગ મકાન વિભાગ દ્વારા આ રસ્તાનું કામ ધ્યાન ઉપર લેવામાં ન આવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે. જેથી સત્વારે આ માર્ગ બાબતે માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક હીસોરથી વામૈયા અને કોટાવડના પાટીયા સુધી ડબલ રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024