siddhpur

સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસે વહેલી સવારે 4 વાગ્યાના સમય દરમિયાન 2 આઇસર-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આણંદ તરફથી આવી રહેલ કેળા ભરેલા આઇસર ચાલક ખળી ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકરે બ્રેક મારતાં પાછળથી આવી રહેલ પૂર ઝડપે આઈસર ચાલકે ટક્કર મારતા બંને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત દરમિયાન બંને ગાડીઓને ભારે નુકસાન થવા પામ્યું હતું અને આઇસર ચાલકોને નાની મોટી ઇજાઓ થતાં સિદ્ધપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે કેળા ભરીને આવી રહેલ આઇસરે પલટી મારતાં ભારે નુકસાન થવા પામ્યું હતું અને ટ્રાફિક સર્જાયો હતો જ્યારે અકસ્માતના પગલે કેળા ભરીને આવી રહેલ આઇસર ચાલકને ભારે નુકસાન થતાં સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.