પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રિક્ષામાં બેસતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના બની છે. રાધનપુર હાઈવે પરથી એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી રૂપિયા 17,000/- કાઢી રસ્તામાં ઉતારી રીક્ષા ચાલક ગેંગ ફરાર થઇ જવા પામી હતી. સાંતલપુર તાલુકાના વાઢિયા ગામના રાણા અમૃતભાઇ રિક્ષામાં બેસી પોતાના ગામ જવા માટે નીકળ્યા હતા ત્યારે રિક્ષાચાલકે પૈસા કાઢી રસ્તા પર ઉતારીને રીક્ષા ગેંગ ફરાર થઇ હતી.
ત્યારે પોલીસને ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તો રાધનપુરમાં વારંવાર રિક્ષામાં બેસાડીને લૂંટવાની ઘટના બને છે.