પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના દેથળી ચાર રસ્તા પાસે થયેલ આંગડીયા પેઢી ની લુટ ના આરોપીઆેને સિદ્ઘપુર પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવતા. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ક્ષયરાજ મકવાણાએ પ્રેસ કોંફરન્સ કરી હતી.જેમાં આંગડિયા લુંટની તમામ વિગત આપવામાં આવી હતી.

જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃિત્તઆેને ડામવા માટે કચ્છ ભુજ રેન્જ આઈ.જી.પી જે. આર મોથલીયા તેમજ પાટણ જિલ્લા પોલીસ આધિક્ષક અક્ષયરાજ મકવાણાના આદેશ અનુસાર સિદ્ઘપુર પોલીસ સ્ટેશનના પી.આઈ ચિરાગ ગોસાઇ અને સ્ટાફ ના માણસો પેટ્રોલીગ મા હતા તે દરમ્યાન સિદ્ઘપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે ફરીયાદી પોતે આેગડીયા પેઢીનો મુદામાલ થેલામાં લઈ દેથલી ચાર રસ્તાથી આવતા હતા તે દરમ્યાન ૧૧ જેટલા ઈસમોએ ફરીયાદીને છરી બતાવી થેલાની લુંટ કરી નાશી ગયા હતા જેમાં અગાઉ ૧૧ આરોપીઆે પકડાઇ ગયા હતા.

અને તેમની પાસે થી લુંટમાં ગયેલ મુદામાલ પૈકી રૂ ર,૬ર,૭ર૯નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો.ત્યારે આજરોજ સિધ્ધપુર પી.આઇ. ચિરાગ ગોસાઈને ખાનગીરાહે બાતમી મળી હતી.કે લુંટ નો મુખ્ય સુત્રધાર ઉપેન્દ્રિસહ હાલમાં સુરત ખાતે છે.જે હકીકત આધારે પોલીસ ની એક ટીમ બનાવી સુરત ખાતે જઇ મુખ્ય સુત્રધાર તથા લુંટમાં ચોરાયેલ હીરા વેચાણ કરાવનાર દલાલ અને હીરા ની ખરીદી કરનાર વેપારીને પકડી પાડવામાં આવ્યા હતા અને તેની પાસે થી હીરા કિંમત ૪ લાખ ૮૦ હજારનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો.

મુખ્ય આરોપી ઉપેન્દ્રિસહે હીરા વેચીને મળેલ રૂપિયાથી પોતાના અંગત વપરાશ માટે લીધેલા ટી.વી. અને વોશીગ મશીન તથા ધરઘંટી તેમજ ઘર વખરીનો સામાન પણ પોલીસે કબ્જે લીધો હતો.આમ સિધ્ધપુર પોલીસે લુંટ નો મુદામાલ મળી કુલ રૂ ૮ લાખ પ૩ હજાર પપ૯ નો મુદામાલ રીકવર કર્યો હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષાકે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024