યુનિવર્સિટી કેમ્પસમાં પૂરઝડપે પસાર થઈ રહેલા બુલેટ ચાલક સ્વિફ્ટ કાર સાથે અથડાયો..
બન્ને ચાલકો ને ઈજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા..
યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વારથી વહીવટી ભવન તરફના માર્ગ પર બમ્ફ બનાવવા માંગ ઉઠી..
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના વહીવટી ભવન પાસે ગુરૂવારના રોજ બુલેટ સાધન અને swift કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારચાલક તેમજ બુલેટ ચાલક બંનેને ઈજાઓ પહોંચી હોવાની ધટના સજૉવા પામી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વારથી વહીવટી ભવન સુધીના માર્ગ પર એક પણ બમ્ફ નહી હોવાના કારણે આ માગૅ પરથી ટુ વ્હીલર વાહનો લઇને પસાર થતા કેટલાક લબર મુછીયા વિધાર્થીઓ પોતાના વાહનો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા હોય છે તો માગૅ પર બમ્ફ નહી હોવાના કારણે ક્યારેક ક્યારેક આ માગૅ પર નાના મોટા અકસ્માત પણ સજૉતા હોવાની ઘટના બનતી હોય છે.

ત્યારે ગુરુવારના રોજ નંબર પ્લેટ વગરનું બુલેટ વાહન લઇને યુનિવર્સિટી પ્રવેશ દ્વાર થી વહીવટી ભવન તરફના માગૅ પર પુરઝડપે આવી રહેલ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વિધાર્થીનું બુલેટ વાહન યુનિવર્સિટી વાહન પાર્કિંગ માંથી બહાર નિકળી રહેલ સ્વીફ્ટ કાર સાથે ધડાકાભેર અથડાતા કાર ચાલક અને બુલેટ ચાલક બન્નેને ઈજાઓ થવા પામી હતી.
યુનિવર્સિટી કેમ્પસમાં બનેલા આ અકસ્માત નાં પગલે લોકોના ટોળે ટોળા ધટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતની જાણ ૧૦૮ ને કરાતા યુનિવર્સિટી કેમ્પસમાં આવી પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે લઇ ગયા હતા.
વહીવટી ભવન નજીક સજૉયેલ અકસ્માતનાં બનાવની જાણ યુનિવર્સિટી એન્જિનિયર વિપુલભાઈ સાડેસરાએ થતાં તેઓએ તાત્કાલિક યુનિવર્સિટી નાં સિક્યુરિટી હેડ ને બોલાવી યુનિવર્સિટી માં પુરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારી આવતાં વિધાર્થીઓને પોતાના વાહનો ધીમે ચલાવવા સુચિત કરવા જણાવી સુચના નું ઉલ્લંઘન કરનારા વિધાર્થી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સુચના આપી હતી.