પાટણ : રપ ખેડૂતોને જમીન સંપાદન વળતરની રકમ કરાઈ મંજૂર

પાટણ ખાતે આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટીમાં ૧૯૮૬ માં યુનિવિર્સટી માટે ખેડૂતોએ જમીન સંપાદન કરતા સરકાર દ્વારા જમીન પેટે વળતર ચૂકવતા રપ જેટલા ખેડૂતો વળતર આેછું મળવાની રાવ સાથે કોર્ટમાં ગયા હતા .

જે લાંબા સમયથી કોર્ટમાં કેસ ચાલતા કોટે ખેડૂતોને ૧૪ કરોડ જેટલુ વળતર અને વ્યાજ મળી અંદાજે ૧૭ કરોડ જેટલુ વળતર ચૂકવવા માટે આદેશ કર્યાં બાદ પણ ચુકવણું કરવામાં ન આવતા ફરી ખેડૂતો પાટણ કોર્ટમાં જતા કોટે ગત ૧પ જુનના રોજ વળતર ચૂકવવા અથવા યુનિવિર્સટીની મિલ્કત જપ્ત કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

જે અનુસંધાન યુનિવિર્સટી દ્વારા વળતર સરકાર દ્વારા ચુકવણું કરવાનું હોઈ તેમના અભિપ્રાય લઈ કાર્યવાહી માટે મુદત મંગતાં કોટે ફરી ૩૧ જુલાઈની મુદત આપી હતી. યુનિવિર્સટી, શિક્ષણ વિભાગ, નાણા વિભાગ અને મહેસુલ વિભાગ સાથે મળી નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી બે અઠવાડિયામાં તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેવું યુનિવિર્સટીના કુલપતિ ડો.જે.જે.વોરાએ જણાવ્યું હતું.