વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેર વખતે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ટેસ્ટીંગ સર્વેન્સની કામગીરી માટે ર૮ જેટલા એસ.આઈ. સ્ટુડન્ટને પ્રતિદિન ૩૦૦ રુપિયા લેખે ભરતી કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ બીજી લહેર દરમ્યાન જીવના જોખમે અને પોતાના પરિવારની ચિંતા કર્યો વિના કોવિડના પોઝિટિવ દર્દીઓની મુલાકાત લઈ તેઓના ટેસ્ટીંગ અને સર્વેલન્સની કામગીરી સુંદર કરી શહેરમાંથી કો રોના પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ત્યારે આ ર૮ જેટલા એસ.આઈ. સ્ટુડન્ટોને ત્રણ માસ પૂર્ણ થયા હોવા છતાં તેઓને પગાર ચૂકવવામાં ન આવતાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારે ગતરોજ ફરીથી કલેકટરને આવેદનપત્ર આપી તેઓની મહેનતના રુપિયા નવ હજારના લેખે પગાર ચૂકવવામાં આવે તેવી વહીવટી તંત્રને નમ્ર અરજ કરી હતી.
