સરદાર પટેલ જયંતી અને આઝાદી કા અમૂત માહોત્સવ નિમિતે જાયન્ટ્સ પાટણ અને પાટણ જિલ્લા આયુર્વેદિક શાખાના સયુંકત ઉપક્રમે ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા વિજળ કુવા પાટણ ખાતે આયુર્વેદિક ,હોમિયોપેથીક કોરોના ઉકાળા નો નિ:શુલક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સાંધા ને લાગતા રોગ,ચામડીને લાગતા રોગ, પેટના રોગ,ડાયાબિટીસ,કિડની, ખરતા વાળ રદય રોગ, માનશીક રોગ , જેવા રોગોની તપાસ કરીને મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હોમિયોપેથીક, સારવાર પણ કરવામાં આવેલ અને કોરોના ઉકાળો, પણ આપવામાં આવ્યો હતો. સદર કેમ્પમાં આયુર્વેદિક જિલ્લા અધિકારી ડો રિનાબેન પ્રજાપતિ, ડો ભાર્ગવભાઈ ઠક્કર અને બીજા ૧૦ નિષનાત ડોકટરો અને યોગ ટ્રેનર ,અને ફાર્માસીસ્ટ, આયુર્વેદિક અને હોમિયોપેથીક મિત્રોએ સેવા આપી હતી. આ કેમ્પમાં ૩૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો.