- પાટણના શ્રોફની પેઢી પાસેથી ધંધા માટે લીધેલા રૂ. 9947480 પરત ન આપતાં અને તેના ચેકો પાછા ફરતાં શહેરની એડીશનલ જ્યુડીશયલ કોર્ટે શહેરના બિલ્ડર અને મકાન લે વેચના વેપારીને નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટમાં 10 માસની કેદ અને ફરીયાદીને રૂ. 1,39,26,472 વળતર 60 દિવસમાં ન ચૂકવે તો વધુ 30 દિવસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો.
- શહેરના ગોળશેરીમાં રહેતા નરેન્દ્રભાઇ મોહનભાઇ શાહની શ્રોફની પેઢીમાંથી બિલ્ડર મુકેશભાઇ વિઠ્ઠલભાઇ સુથારે 2015 માં અલગ અલગ રીતે ધિરાણ લીધું હતું અને તે પેટે નાગરીક બેંકના 6 ચેક આપ્યા હતા જે પાટણ યુનીયન બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થતાં તેમાં ધી નેગોશીસયબલ ઇન્સટ્રુમેન્ટ એકટ મુજબ ફરીયાદ થઇ હતી જેમાં એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ એ.એમ.બુખારીએ સજા ફરમાવી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.