સમાજ બહાર કાઢવાની ધમકી આપી યુવકની માતા પર સમાજનાં આગેવાનોએ દુષ્કર્મ આચર્યું.

પોસ્ટ કેવી લાગી?
 • મોટી ઘરનાળ ગામમાં રહેતા રણછોડભાઈ દાનાભાઈ સુથાર અને ડીસા તાલુકાના લોરવાડા ગામમાં રહેતા બીજોલ ભાઈ રામજીભાઈ સુથાર સમાજનાં આગેવાનો છે. 
 • દોઢ મહિના પહેલા તેઓ પ્રેમલગ્ન કરનાર એક યુવકનાં પરિવારને સમાજ બહાર મુકવા અને પાંચ લાખ દંડ કરવાની ધમકી આપી હતી.
 • જો આવું ન કરવું હોય તો પ્રેમલગ્ન કરનાર યુવકની માતાને મોબાઇલ પર વાતચીત કરવાની અને સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.
 • જે બાદ મહિલા ઘરે એકલી હતી ત્યારે બંન્ને આગેવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આવું ઘણાં સમય સુધી આવું ચાલુ રહ્યું હતું.
 • જે બાદ મહિલાએ હિંમત ભેગી કરીને પરિવારને આખી વાત જણવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રતિકાત્મક તસવીર
 • ફરિયાદમાં જણાવ્યાં પ્રમાણે આધેડ મહિલા પર બંન્ને આરોપી આગેવાનો અવારનવાર દુષ્કર્મ આચરતા હતાં.
 • જે બાદ તેમણે મહિલાની બહેનપણીને પણ આ રીતે તૈયાર કરવાનું જણાવ્યું હતું. ત્યારે ધમકી પણ આપી હતી કે જો તું આવું નહીં કરે તો મોબાઇલમાં કરેલી વાતો વાયરલ કરી દઇશું.
 • જેથી મહિલા ધણી જ ડરી ગઇ હતી અને સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી.
 • સામુહિક દુષ્કર્મનો ગુનો દાખલ કર્યા બાદ મહિલાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે.
 • બંન્ને આરોપીઓનાં ઘરે તપાસ અને પૂછપરછનો દોર શરૂ થયો છે.
 • આ બંન્ને આરોપીઓ હાલ ફરાર છે. તેમને ઝડપી પાડવા થરાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures