રાજકોટ : ઝોમાટોની બેગમાં દારૂની હેરાફેરી, ફૂડ ડિલિવરીની આડમાં દારૂની હૉમ ડિલિવરી.

પોસ્ટ કેવી લાગી?
  • તમને જાણીને નવાઈ લાગશે રાજકોટમાં દારૂની હેરાફેરી કરવા માટે બૂટલેગરો નવી જ કારીગરી કરી રહ્યા છે. આવી જ કારીગરી કરીને દારૂની ડિલિવરી કરવા જતાં એક વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે. આ વ્યક્તિ Zomatoની બેગમાં દારૂની ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો.
  • હૉમ ડિલિવરી કરતી Zomato, Swiggy જેવી કંપનીઓએ મોટા શહેરોમાં પોતાની સેવા શરૂ કરી છે.
  • બીજી તરફ દારૂ કે નશીલા પદાર્શોની હેરાફેરી કરતા લોકો આવી કંપનીઓના કપડાં અને બેગનો ઉપયોગ કરીને આવા પદાર્થોની હેરાફેરી કરી રહ્યાનો બનાવો રાજ્યમાં પ્રકાશમાં આવતા રહે છે.
  • ગત અઠવાડિયે અમદાવાદમાં પણ ફૂડ ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરીનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. હવે રાજકોટમાં જ આવું કૌભાંડ સામે આવ્યું છે.
  • રાજકોટમાં પોલીસે એક બુટલેગરને ઝોમાટોની ડિલિવરી બેગમાં દારૂની હેરાફેરી કરતા પકડી પાડ્યો છે.
  • પોલીસે તપાસ કરતા ઝોમાટો બેગમાંથી છ બોટલ વિદેશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગોપાલ ચોક નજીક અક્ષર સ્કૂલ પાસેથી દારૂ લઈને પસાર થઈ રહેલા મિલન ગરેજા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
  • મળતી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલો મિલન ગરેજા સાત વર્ષ પહેલા પોરબંદરમાં દારૂનાં ગુનામાં પકડાઈ ચુક્યો છે.
  • આ વખતે તે ઝોમાટોના ડિલિવરી બોયની આડમાં દારૂની હેરાફેરી કરતો પકડાયો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures