લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ પાટણ ખાતે ૭પમાં સ્વાતંત્ર પર્વની સ્ટાફમિત્રો, અતિથીગણ તથા ટ્રસ્ટીગણની પ્રત્યક્ષ હાજરી તથા વિદ્યાર્થીઓની વચૂંઅલ હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી.

અધ્યક્ષ અજમલભાઈ આર્યના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તથા તેમણે આ પ્રસંગે મહામુલી આઝાદીનું જતન આપણા સૌના શીરે છે અને આ જવાબદારીનું સૌ કોઈએ વહન કરવું જોઈએ તેવો શુભ સંદેશ આપ્યો હતો. તો ટ્રસ્ટી લલિતભાઈ પટેલ દ્વારા શિક્ષકોએ બાળકોમાં કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યે પ્રેમ અને લાગણીનું નિર્માણ થાય તેવો પ્રયત્ન કરવાનો તેમજ આચાર્ય કિશોરભાઈ રામી દ્વારા દેશની એકતા અને પ્રગતિમાં બાધારુપ બનતી પ્રવિત્તિઓનો સદંતર વિરોધ કરવો તેવો શુભ સંદેશ આપ્યો હતો.

સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં સ્ટાફ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તે બદલ ડિરેકટર અમિતભાઈ પટેલે સૌનો આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024