પાટણ : માર્કેટયાર્ડ ખાતે સ્વાતંત્ર દીનની ઉજવણી.

પાટણ શહેરમાં ૭પમા સ્વાતંત્ર પર્વની ઠેરઠેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ શહેરના માર્કેટયાર્ડ ખાતે માર્કેટના સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરીની અધ્યક્ષાતામાં નવાગંજ બજાર ખાતે ૧પમી ઓગષ્ટની ઉજવણી રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી.

તે પૂર્વે માર્કેટના સેક્રેટરીના હસ્તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પગુચ્છ કરી બલિદાન આપનારા વિર શપુતને યાદ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ માર્કેટના સેક્રેટરીના હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવીને ૭પમા સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. અને રાષ્ટ્રગાન સાથે દેશના આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી.

૭પમા સ્વાતંત્ર પર્વને અનુલક્ષાીને માર્કેટયાર્ડ ખાતે કરવામાં આવેલા રાષ્ટ્રધ્વજ અંગે માર્કેટના સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરીએ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.