પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી ૧૬મી અને ૧૭મી આેગસ્ટના રોજ પાટણ ખાતે આવી રહેલા કેન્દ્રીયમંત્રી દેવુિસહ ચૌહાણના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેત્ર મંત્રીના કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
જેમાં પાટણ જિલ્લામાં સૌપ્રથમ હારીજ તાલુકાના અસાલડી ગામ ખાતે આગમન સાથે સ્વાગત કરવામાં આવશે. જ્યાંથી પાટણ જિલ્લાના કાર્યક્રમની શરૂઆત થશે અને ત્યારબાદ રોડા,વાંસા,દુનાવાડા ખાનપુરડા, દુધારામપુરા અને અનાવાડા આ તમામ ગામોમાં મંત્રીનું સ્વાગત થશે ત્યાર બાદ
શહેરના રંગીલા હનુમાન મંદિરે શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે રાત્રી રોકાણ સર્કિટ હાઉસ ખાતે થશે.૧૭મી આેગસ્ટે સવારે પ્રેસ કોંફરન્સ અને ત્યારબાદ બાઇક રેલી, વેકસીનેશન સેન્ટરની મુલાકાત અને એપીએમસીમાં સભા જ્યાં વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા સન્માન કાર્યક્રમ યોજાશે. સભા પૂર્ણ થયા બાદ મંત્રી બાઇકરેલી સાથે સિદ્ઘપુર જવા નીકળશે જેમાં રૂની, કમલીવાડા અને ડેર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને નેદ્રા ગામે સ્વાગત બાદ સિદ્ઘપુરમાં સન્માન બાદ સભા અને વાલકેશ્વર મહાદેવના દર્શન કરી પાટણનો પ્રવાસ પૂર્ણ થશે. આમ પૂર્વ પ્રદેશ મહામંત્રી એ કાર્યક્રમ જાહેર કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,મહામંત્રી ભાવેશભાઈ પટેલ કાર્યક્રમના જિલ્લા મીડિયા ઇન્ચાર્જ જયેશભાઈ દરજી, સહ ઇન્ચાર્જ ગોિવદભાઈ પ્રજાપતિ સહિત જિૡાના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.