Patan : સવાઁગી વિકાસના સંકલ્પ સાથે સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કટીબદ્ઘ રાજ્ય સરકારના કાર્યકાળના પાંચ વર્ષ નિમિત્તે યુવાશિક્ત દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી (HNGU) ખાતે રોજગાર નિમણૂંકપત્રં વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. વન અને આદિજાતી વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમણભાઈ પાટકરના હસ્તે જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને રોજગાર નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વન અને આદિજાતી વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમણભાઈ પાટકરે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના (Vijay Rupani) દ્રષ્ટીવંત નેતૃત્વમાં ગુજરાત (Gujarat) દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. આઈ.ટી.આઈ.થી લઈ ઉચ્ચ શિક્ષણ મેળવેલા તમામ યુવાનોને રોજગારી મળે તેવો રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે. સરકારી નોકરીઆે માટેની વિશાળ તકો ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે સ્થળ પર જ ઈન્ટરવ્યુ અને નિમણૂંક પત્રો આપવા રોજગાર મેળાઆે સહિતની વ્યવસ્થાઆે ઉભી કરી છે.
રોજગારી સર્જન માટે રાજ્ય સરકારના કૃતનિશ્ચય અંગે વાત કરતાં રાજ્યમંત્રી રમણભાઈ પાટકરે જણાવ્યું કે, ગુજરાતે ઔદ્યોગીક ક્ષેત્રમાં જે હરણફાળ ભરી છે તેનો સીધો લાભ રાજ્યના યુવાનોને મળી રહ્યો છે. ખાનગી ઉદ્યોગોમાં લાખો યુવાનો માટે રોજગારીની તકો ઉભી થવા પામી છે. હર હાથ કો કામના સુત્રને વરેલી રાજ્ય સરકાર દ્વારા શિક્ષિત બેરોજગાર યુવાન પગભર બને તે માટે મુખ્યમંત્રી એપ્રેિન્ટસ યોજના અંતર્ગત ફેક્ટરીમાં કામ કરતાં યુવાનોને સ્ટાઈપેન્ડની ચુકવણી કરવામાં આવે છે. સાથે જ નિયત સમયમયર્ાદા બાદ તે જ ફેક્ટરીમાં સ્કિલ્ડ વર્કર તરીકે રોજગારી આપવામાં આવે છે.
વન અને આદિજાતિ વિકાસ વિભાગનો હવાલો સંભાળતા રાજ્યમંત્રી રમણભાઈ પાટકરે જણાવ્યું કે, વન વિભાગની રિવ્યુ બેઠકમાં બીટગાર્ડની ખાલી જગ્યાઆે અંગે ચર્ચા કર્યો બાદ તેમાં નિમણૂંક માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નાણા વિભાગની મંજૂરી બાદ વન વિભાગમાં ૧૭૦૦ જેટલા બિટગાર્ડની ભરતી કરવામાં આવવાનું જણાવ્યું હતું.