પાટણના ઊંઝા હાઇવે પર મોડી રાત્રે એક બેકાબૂ ટ્રેલરે અહીંથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને અડફેટે લઈ મોતના મુખમાં ધકેલી દીધો હતો. સર્કલ પાસે ઊભેલા બાઈક સવાર જીવ બચાવવા બાઈક મૂકી દોડ્યો હતો, પરંતુ મોત તેને આંબી ગયું હતું. આ ઘટનાના શોિકગ સીસીટીવી સામે આવ્યા છે, જેમાં પલભરમાં એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવી દીધો હતો. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના ઊંઝા-પાટણ હાઇવે પાસે સર્કલ નજીક કાંસા ગામનો બાઈકસવાર અજય ચૌધરી ઊભો હતો. અજય હાંસાપુર પાસે આવેલી અમૂલ ડેરીએ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. એ દરમિયાન ઊંઝા ત્રણ રસ્તા પાસે રાત્રિના સમયે સિદ્ઘપુર હાઇવેથી પાટણ તરફ આવતા પથ્થર ભરેલા ટ્રેઈલરના ચાલકે કાબૂ ગુમાવતાં રસ્તા પાસે ઊભેલા અજયને કચડી નાખ્યો હતો.

અજયને જેવો આભાસ થયો કે ટ્રેઈલર તેના તરફ આવી રહી છે તે બાઇક મૂકીને જીવ બચાવવા દોડ્યો હતો, પરંતુ પપભરમાં જ ટ્રેઈલર તેની નજીક આવી ગઇ હતી અને તેના પર ફરી વળી હતી. ટ્રેઈલર નીચે કચડાઈ જવાથી અજયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. અકસ્માત થયો હોવાની જાણ થતાં ત્યાંથી પસાર થતા લોકો યુવકની મદદે પહોંચ્યા હતા અને ટ્રેઈલરની નીચે આવી ગયેલા યુવકને બહાર કાઢી ૧૦૮ની મદદથી તેને સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટ્રેઈલરની નીચે આવી ગયેલા યુવકને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચેલી હોઈ તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

તો બનાવના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડિવાઈડર પર ચડી ગયા બાદ યુવકને મોતના મુખમાં ધકેલનાર ટ્રેઈલર રસ્તા વચ્ચોવચ અકસ્માત સર્જાયા બાદ તેનો ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો. જેથી એકબાજુનો પાટણ આવવા માટેનો રસ્તો બ્લોક થઈ જવા પામ્યો હતો. જેને લઈ પોલીસે સ્થાનિક લોકોની મદદથી ટ્રેઈલરને ડિવાઈડર પરથી નીચે ઉતાર્યાં બાદ ટાયર નીચે આવી ગયેલા બાઈકને બહાર કાઢી ટ્રેઈલરને સાઈડમાં મૂકવામાં આવ્યું હતું અને બાઈકને પણ રસ્તા વચ્ચેથી પોલીસ ચોકીની બાજુમાં સેવાભાવી યુવાનોની મદદથી ખસેડાઈ હતી. તો ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડતાં પોલીસે લોકોને ત્યાંથી ખસેડી બ્લોક થઈ ગયેલા રસ્તાને વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

આ ઘટના સંદર્ભે આ વોર્ડના પૂર્વ કોપોરેટર દિપક પટેલે જણાવ્યું હતું કે આ સર્જાયેલા અકસ્માતમાં ટબો ચાલકનો વાંક હોવાથી અચાનક ટબો ચાલકે વળાંક લેતાં ટ્રેઈલર ચાલક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાવી સિધ્ધપુર હાઈવેથી પાટણ તરફ આવતા વાહન ચાલકોને આર એન્ડ બી દ્વારા કોઈપણ પ્રકારના દિશા સૂચક બોર્ડ મારવામાં ન આવતાં અવાર નવાર અહીં અકસ્માતો સર્જતાં હોવાનું જણાવી સીટીના અંદર પ્રવેશતા અને બહાર નિકળતાં બંને માર્ગો પર મોટા બમ્પો બનાવી આ અકસ્માત ઝોનને નિવારવા આર એન્ડ બી ને અપીલ કરી હતી અને વધુમાં આ રોડ પર નીચે રેડીયમ લાઈટો મારી લોકોને ત્રણ રસ્તા હોવાનો આભાસ કરાવવા પણ પ્રયત્નો કરાવવા જણાવ્યું હતું.

વધુમાં આર એન્ડ બી દ્વારા નગરપાલિકાની હદ વિસ્તારના હાઈવે માર્ગો પર લાઈટો નાંખવા પાંચ લાખ રુપિયા ડિપોઝીટ ભરવાનો લેટર લખ્યો હોવા છતાં પણ આજદીન સુધી ડિપોઝીટ ન ભરાતાં હાઈવે વિસ્તારમાં અંધારપટ હોવાના કારણે પણ અકસ્માતો સર્જાતા હોવાના આક્ષોપો કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024