પાલિકા શહેરીજનો ને પાયાની સુવિધાઓ આપવામાં નિવડી સદંતર નિષ્ફ્ળ…
પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભના ગંદા પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ જતા કાળઝાળ ગરમીમાં શહેરીજનોને દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી પીવાની ફરજ પડતા તેઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે ત્યારે પાટણ શહેરના કનસડા વિસ્તારમાં આવેલ જરાદીવાડા ખાતે છેલ્લા એક મહિનાથી દુષિત અને દુર્ગંધ વાળું પાણી આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને આ અંગેની અનેક ફરિયાદો વોર્ડ નંબર 1 ના ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત વોટર વર્કસ ના ચેરમેન દીક્ષિત પટેલ ને કરવામાં આવી હોવા છતાં તેઓના પેટનું પાણી પણ ન હલતા સ્થાનિક લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે અને સ્થાનિક લોકો પડી રહેલી કાળજાળ ગરમીમાં પણ આવા દૂષિત અને દુર્ગંધ યુક્ત વાળું પાણી પિતા રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ વિસ્તારમાં આવતા દુર્ગંધ યુક્ત પાણીનો યોગ્ય નિકાલ લાવી સ્થાનિક લોકોને રોગચાળા થી બચાવે તેવી પણ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.