પાટણ સિવિલ હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલા દાઢ કઢાવવા માટે આવ્યા હતા ત્યારે હોસ્પિટલમાં આરસ ઉપર લગાડેલી લાદીઓ તૂટેલી હોવાથી ઠોકર વાગતા 80 વર્ષના નિરાધાર માજી પડી જતા તેમને થાપાનું ફ્રેક્ચર થયું હતું.
નિરાધાર માજીએ રોકકળ કરી મૂકી, “આ ઉંમરે મારું કોણ ધ્યાન રાખશે…?”
ત્યારે ઓર્થોપેડિક સર્જને એક્સરે જોઇને કહ્યું થાપાના ભાગે ફ્રેક્ચર થયું હોવાથી અહીં ઓપરેશનની સુવિધા ન હોવાથી તાત્કાલિક ધારપુર હોસ્પિટલમાં ખસેડવા જણાવ્યું હતું. નિરાધાર વૃદ્ધ માજી પડી જતા ફ્રેક્ચર થતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની વ્યાપક બુમ… અહીં લાદીઓ ઉખડેલી હોઈ અનેક લોકો રોજેરોજ ઠોકર ખાઈ રહ્યા છે છતાં નઘરોળ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી.
ત્યારે સરકારી હોસ્પિટલ હોવા છતાં શનિવારે આરએમઓ, ઇન્ચાર્જ સીડીએમઓ કે અન્ય જવાબદાર અધિકારીઓની હોસ્પિટલમાં ગેરહાજરી પણ જોવા મળી હતી.
લોકોને રોજે રોજ ઠોકરે ચડાવતી લાદીઓ તાત્કાલિક ઉખાડીને સરખી સપાટી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.