પાટણની ફતેસિંહરાવ લાયબ્રેરીમાં છેલ્લા કેટલાક સમયથી સમાજ અને વ્યવસાયલક્ષાી પ્રવૃત્તિઓનાં વિવિધ પ્રકલ્પો શરુ કરાયા છે જે અનુસંધાને ગતરોજથી વધુ એક નવો અને મહિલા ઉત્થાનને સ્પર્શતો આર્ટ કલાસીસનો પ્રકલ્પ શરુ કરાયો છે.

આ પ્રકલ્પ અંતર્ગત ૩૦ જેટલી રજીસ્ટર્ડ થયેલી મહિલાઓને વિવિધ કલા-ભરતગુંથણ, શિવણ કે અન્ય ક્રાફટને લગતી બાબતોની નિષ્ણાંત તાલીમ દ્વારા તાલીમ આપીને તેઓને સ્વરોજગારી આપવાનો અને પગભર બનીને સ્વમાનભેર જીવી શકે તે માટેનો છે.

આ આર્ટ કલાસીસની પડેલી બેચનું ઉદઘાટન અત્રે કરવામાં આવ્યું હતું. આ કલાસીસનાં સૌજન્યકર્તા હર્ષાબેન શાહ તથા ડો.અશ્વીનભાઈ ડી. પટેલ છે.

આ પ્રસંગે પાટણ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી વિજયભાઈ ચૌધરી, પાટણનાં પટોળા કસબી સુનિલભાઈ સોની, ધર્મેન્દ્રં પટેલ, સહિત મહિલા મંડળના સંધ્યાબેન પ્રધાન, જાગૃતિબેન પ્રજાપતિ અને તેમની મહિલા કાર્યકરો તથા લાયબ્રેરીની વ્યવસ્થાપક સમિતિના જયેશભાઈ વ્યાસ, આસુતોષ પાઠક, કમલેશ સ્વામી વિગેરે ઉપસ્થિતિ રહયા હતા. આ આર્ટ કલાસીસની તાલીમાર્થી બહેનોને પાટણની મહિલા મંડળના બિલ્ડીંગમાં પાયલબેન દ્વારા તાલીમ આપવામાં આવશે.

આ પ્રસંગે સ્વાગત પ્રચવનમાં લાયબ્રેરીના પ્રમુખ ડો.શૈલેષભાઈ સોમપુરાએ સમગ્ર પ્રકલ્પની જાણકારી આપી હતી. તેમણે આ પ્રકલ્પનો હેતુ બહેનોને માત્ર તાલીમ જ નહિં પણ તેમને તેમના હુનર પ્રમાણે આર્થિક મદદ માટે સખીમંડળમાં જોડાણ કરી તેઓને યોજનાકીય ધિરાણ આપવાને હુનર માટે મશીનરી ખરીદવાની શકિત પુરી પાડીને તેઓ તેમની તાલીમનો ઉપયોગ ચીજવસ્તુઓનાં ઉત્પાદન માટે કરી શકે તેવી સક્ષામ બનાવવાનો પણ છે

તથા ઉત્પાદિત સામાનને બજાર મેળવી આપવા અથવા નોકરી રોજગાર આપવા સુધીનાં પ્રયાસો કરાશે તેમ જણાવ્યું હતું. તથા અહીં એકટીવીટી ગ્રૃપ બનાવવા, પીકનીક ગ્રૃપ તથા સખી મંડળની રચના થશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે પાટણના પટોળાના કસબી સુનિલભાઈ સોનીએ મહિલાઓને પણ તેમની તાલીમ બાદ યોગ્ય રોજગાર મળશે તેવા પ્રયત્નો કરાશે તથા તેમણે તેમના પટોળા હાઉસમાં પણ ત્રણ મહિલાની એક હજારના સ્ટાઈપેન્ડથી તાલીમ આપીને તેમને ત્યાં જ નોકરી આપવાની ઓફર કરી હતી અને તેઓ તેમના હુનરથી દેશ અને દુનિયામાં નામના મેળવે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

આ પ્રસંગે પાટણ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી વિજય ચૌધરીએ સરકારની મહિલા રોજગારીલક્ષાી યોજનાઓનો લાભ વધુમાં વધુ મહિલાઓને મળે તે માટે તેમનો વિભાગ સકિ્રય રહેશે તેવી ખાતરી આપી હતી. તેમણે વધુમાં કહયું હતું કે મહિલાઓને ગૃહિણીની વ્યાખ્યામાંથી બહાર લાવીને તેઓને યોગ્ય પ્લેટફોર્મ આપીને પગભર બનાવવાના પ્રયાસો તેમના વિભાગ દ્વારા કરાયા છે.

પાટણમાં કલાના ઉત્પાદન અને વેચાણની ઘણી તકો રહેલી છે તેને બહાર લાવવાનો ડો.સોમપુરાએ સરાહનીય પ્રયાસ કર્યો છે. તેમણે મહિલા તાલીમાર્થીઓને તેમના ઉદ્યોગ વિભાગ તરફથી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથી પણ મદદ મળી રહેશે તેવા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડો.શૈલેષ સોમપુરા તથા આભારવિધી રાજેશ પરીખે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024